પોરબંદર જિલ્લાના પાલખડા – કેશવ મોઢવાડા રોડનું મરામત કાર્ય કરાયું.
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ નુકસાન પામ્યા હતા. પોરબંદર માર્ગ મકાન વિભાગ પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય જનતાને વધુ સુવિધા મળે અને વાહનવ્યવહાર સુગમ બને તે હેતુસર તાત્કાલિક માર્ગ મરામત કામ
પોરબંદર જિલ્લાના પાલખડા – કેશવ મોઢવાડા રોડનું મરામત કાર્ય કરાયું.


પોરબંદર જિલ્લાના પાલખડા – કેશવ મોઢવાડા રોડનું મરામત કાર્ય કરાયું.


પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ નુકસાન પામ્યા હતા. પોરબંદર માર્ગ મકાન વિભાગ પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય જનતાને વધુ સુવિધા મળે અને વાહનવ્યવહાર સુગમ બને તે હેતુસર તાત્કાલિક માર્ગ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીના ભાગરૂપે પાલખડા – કેશવ મોઢવાડા રોડનું મરામત કાર્ય કરવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાને લઈને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને રોડને યોગ્ય મરામત કરવામાં આવી છે.

જિલ્લા તંત્ર દ્વારા વરસાદથી અસરગ્રસ્ત તમામ ગ્રામ્ય રસ્તાઓની તબક્કાવાર મરામત કરવામાં આવી રહ્યાં છે

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande