ચાણસ્મા ખાતે ચર્મરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) ચાણસ્મા ખાતે મેડિકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત કે.બી. જનરલ હોસ્પિટલમાં ચામડીના રોગોના નિદાન માટે વિશેષ કેમ્પ યોજાયો હતો, જેમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.દર્દીઓને ખૂબ જ ઓછી કન્સલ્ટિંગ ફીમાં ચર્મરોગ સંબંધિત નિદાન અને મા
ચાણસ્મા ખાતે ચર્મરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) ચાણસ્મા ખાતે મેડિકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત કે.બી. જનરલ હોસ્પિટલમાં ચામડીના રોગોના નિદાન માટે વિશેષ કેમ્પ યોજાયો હતો, જેમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.દર્દીઓને ખૂબ જ ઓછી કન્સલ્ટિંગ ફીમાં ચર્મરોગ સંબંધિત નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં પાટણના ચર્મરોગ નિષ્ણાત ડૉ. માર્મિક મોદી અને ડૉ. દેવલ મોદીએ પોતાની તબીબી સેવાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande