સુરતના વરાછામાં ડોકટરે અજાણ્યા વ્યક્તિની લિંક ખોલતા જ ખાતામાંથી એક લાખ કપાઈ ગયા
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : વરાછા વિસ્તારમાં રહેતા ડોકટર ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. ડોકટરે ભેજાબાજે મોકલેલ લીંક ઓપન કરવાની સાથે તેમના બેન્કના ખાતામાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 1 લાખ ઉપડી ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર ડોકટરે આ મામલે પોલીસ ફરિયાદ નો
સુરતના વરાછામાં ડોકટરે અજાણ્યા વ્યક્તિની લિંક ખોલતા જ ખાતામાંથી એક લાખ કપાઈ ગયા


સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : વરાછા વિસ્તારમાં રહેતા ડોકટર ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. ડોકટરે ભેજાબાજે મોકલેલ લીંક ઓપન કરવાની સાથે તેમના બેન્કના ખાતામાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 1 લાખ ઉપડી ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર ડોકટરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા, રંગઅવધૂત સોસાયટીમાં રહેતા ડોકટર ગોરધનભાઈ લાધાભાઈ દુધાગરા (ઉ.વ.65)ને ગતરોજ મોડી સાંજે પોણા આઠેક વાગ્યાના આરસામાં અજાણ્યા મોબાઈલ નંબરથી એક મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં આવેલ લીંક તેઓએ ખોલતા તેમના બેન્કના ખાતામાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 1,00,000 કપાઈ ગયા હતા. ડોકટર ગોરધનભાઈને તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા વરાછા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande