
જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલા માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઇ.એ.ઘાસુરા તથા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ’તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આવેલી અરજીઓ જાહેર કરેલ વિગત અનુસાર અરજદાર સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં નાણાંમાંથી કોર્ટ ઓર્ડર દ્વારા કુલ રૂપીયા 9,64,641 અરજદારઓને પરત અપાવ્યા હતા. તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ અંગે માર્ગદર્શન આપેલ તેમજ સાયબર અવેરનેશ પેમમ્પ્લેટનું વિતરણ કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt