
સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) કોડીનારના મિતીયાજ ગામે ગોહિલ પરિવાર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે મિતીયાજ ગામે ગોહિલ પરિવારના આંગણે દેવશ્રી ધર્મ ધ્વજની સુપુત્રી શ્રી તુલસીજી વૃંદાના શુભ લગ્ન શ્રી ઠાકોરજી શ્રીદેવકીજી તથા વાસુદેવજી યાદવના સુપુત્ર સાથે દેવ વિવાહ પ્રસંગનું આયોજન કરાયું છે. જેમાં શુક્રવારે સાંજે સાંયજીના ગીત. મંડા રોપણ સહિત કાર્યક્રમ યોજાયા હતા
તેમજ શનિવારે જાન ઠાકોરજી ના લગ્ન નો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવી હતી .
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ