સુરતના પીપોદરામાં ઉડિયા ધમકીપત્રોનું કાંડ, પોલીસે લુમ્સ ફરી શરૂ કરાવ્યાં
સુરત, 2 નવેમ્બર (હિ.સ.): દિવાળી બાદ સુરતના વીવિંગ ઉદ્યોગમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે. પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા બંસરી ઇન્ડસ્ટ્રીમાં રાત્રિના સમયે પાંચ વ્યક્તિઓ મોઢા ઢાંકી પહોંચ્યા અને ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડી ગયા.
Surat


સુરત, 2 નવેમ્બર (હિ.સ.): દિવાળી બાદ સુરતના વીવિંગ ઉદ્યોગમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે. પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા બંસરી ઇન્ડસ્ટ્રીમાં રાત્રિના સમયે પાંચ વ્યક્તિઓ મોઢા ઢાંકી પહોંચ્યા અને ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડી ગયા. પોસ્ટરમાં કારીગરોના દરમાં 20 પૈસાનો વધારો કરવાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી લખાઈ હતી, જેને કારણે ઉદ્યોગકારો અને કામદારોમાં ભય ફેલાયો.

CCTV ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટપણે નજરે પડ્યા છે, જ્યાં તેઓ નિર્દોષપણે ઇન્ડસ્ટ્રી પરિષરમાં ફરતા અને પોસ્ટર ચોંટાડતા દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તત્વોની ઓળખ મેળવી કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે.

આ ઘટનાને કારણે લુમ્સનો પ્રોડક્શન અટકી ગયો હતો, પરંતુ પોલીસ તંત્રના આશ્વાસન અને સખત બંદોબસ્ત બાદ સવારે ફરીથી કારખાના શરૂ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધારાના પેટ્રોલિંગની વ્યવસ્થા સાથે કારીગરો અને ઉદ્યોગકારોને સુરક્ષા આપવામાં આવી છે.

આ છેલ્લા ઘટનાઓ ઉદ્યોગ ક્ષેત્રે સુરક્ષા મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે — સુરક્ષાની લડાઈ સાથે ઉત્પાદનનું ચક્ર ચાલુ રાખવાનું પડકારજનક બની ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande