

આજથી મેળાનો પ્રારંભ,9 માર્ગો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,
લોકોની સુરક્ષા માટે અલગ અલગ સ્થળો ઉપર પોલીસના 100 થી વધુ પોઈન્ટ બનાવ્યા
પાટણ, 2 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો આજે સવારે 10:30 કલાકે પુર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ કરવામાં આવશે. મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટશે. જેમાં આ સાત દિવસીય મેળા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે મેળામાં જવાના અલગ અલગ 9 જેટલા માર્ગો પર નાના-મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લોકોની સુરક્ષા માટે અલગ અલગ સ્થળો ઉપર પોલીસના 100 થી વધુ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં 600થી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહેશે.
સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં દર વર્ષે ભરાતા કાર્તિકી પૂર્ણિમાના આ સાત દિવસીય મેળાનો આજથી વિધિવત્ પ્રારંભ થશે. મેળામાં કોઈ અનિચ્છનીય ભનાવ ન બને તે માટે અલગ અલગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. મેળામાં દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય જે છે જેથી મેળામાં પ્રવેશના માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તે માટે અલગ-અલગ 9 માર્ગો પર નાના-મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેમાં ફરજ પરના સરકારી વાહનો તેમજ મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસવાળા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
આ માર્ગો પર મોટા વાહનો પર પ્રતિબંધ રહેશે
1. બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડથી રેલવે પુલ ઉપર થઈ મેળા તરફના ભાગે જતા રોડ ઉપર બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડથી અંદરના ભાગે
2. રસુલ તળાવ ફાટક તથા કાકોશી રેલવે ફાટકથી અંદરના ભાગે
3. લાલપુર ઇન્દિરાનગર જવાના ત્રણ રસ્તાથી અંદરના મેળા તરફ ના ભાગે
4. કહોડા ત્રણ રસ્તાની અંદરનો મેળા તરફના ભાગે
5.રાજપુર જકાતનાકાથી અંદરના મેળા તરફના ભાગે
અશોક સિનેમાથી તેમજ કહોડા ત્રણ રસ્તાથી સરસ્વતી નદીના પટમાં ભરાનાર મેળામાં ફોર વ્હીલર , ટુ વ્હીલર તેમજ થી વ્હીલર વાહન ચાલકો પણ વાહન સાથે પ્રવેશ કરી શકશે નહીં
સિદ્ધપુર પી.આઈ જે.બી આચાર્યએ જણાવ્યું હતું કે આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સલામતી અને સુરક્ષા ના ભાગરૂપે સરસ્વતી નદીના પટમાં, હાઈવે તેમજ શહેરના અલગ અલગ વિસ્તારો સહિત કુલ 110 થી વધુ પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે જેમાં મેળામાં 1 ડી.વાય.એસ.પી, 8 પી.આઈ, 24 પી.એસ.આઈ. 270 પોલીસ, 230 હોમગાર્ડ, 101 જી.આર.ડી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમા મેટલ ડિટેકટર , વૉકીટોકી , દૂરબીન , મોબાઇલ વાન અને બોડીવોન કેમેરા થી તેમજ મેળામાં સી.સી.ટી.વી દ્રારા ચુસ્ત બંદોબસ્ત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ