કાકોશી ગામમાં મતદારો માટે, વધારાના BLO ફાળવવામા આવ્યા.
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં મતદાર યાદી સુધારણા દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) ની ખામીને કારણે મતદારોને ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજ મેળવવા અને યાદીમાં સુધારો કરાવવાનો ત્રાસ રહ્યો. ગામના જાગૃત નાગરિકો અને સ્થાનિક રાજકીય આગેવા
કાકોશી ગામમાં મતદારો માટે વધારાના BLO ફાળવવામા આવ્યા.


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં મતદાર યાદી સુધારણા દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) ની ખામીને કારણે મતદારોને ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજ મેળવવા અને યાદીમાં સુધારો કરાવવાનો ત્રાસ રહ્યો. ગામના જાગૃત નાગરિકો અને સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા આ સમસ્યા સિદ્ધપુર મામલતદારે રજૂ કરવામાં આવી.

જાવેદખાન પઠાણ અને આર કે ઠાકોર સહિત સ્થાનિક આગેવાનોની સંયુક્ત રજૂઆત બાદ કાકોશી ગામના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ, એકઠા થઈ સત્તાધીશોને સમસ્યા સમજાવી. આથી મામલતદાર પરિસ્થિતિની ગંભીરતા જાણીને ત્વરિત પગલાં લેવા માટે પ્રેરિત થયા.

મામલતદારના આ હકારાત્મક નિર્ણાયથી કાકોશી ગામમાં વધારાના BLO ફાળવવામાં આવ્યા. આ પગલાથી ગ્રામજનોને રાહત મળી અને તેમને સરકારી કાર્યમાં સરળતા અનુભવાઈ, જેને કારણે ગ્રામજનો પ્રસન્ન થયા અને આભાર વ્યક્ત કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande