પાટણમાં ઠંડીનો ચમકારો: ગરમ કપડાંની ખરીદી માટે લોકોનો ધસારો, તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રભાવી મોસમ વર્તાઈ રહ્યું છે. ઉત્તર દિશાથી ફુંકાતા ઠંડા પવનોને કારણે તાપમાન ઘટીને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે સવારથી જ લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવ
પાટણમાં ઠંડીનો ચમકારો, ગરમ કપડાંની ખરીદી માટે લોકોનો ધસારો, તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ.


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રભાવી મોસમ વર્તાઈ રહ્યું છે. ઉત્તર દિશાથી ફુંકાતા ઠંડા પવનોને કારણે તાપમાન ઘટીને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે સવારથી જ લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળે છે.

શહેરમાં ખાસ કરીને પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ કપડાંની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. ઠંડીનો અચાનક વધારો થતાં શહેરીજનોમાં ગરમ વસ્ત્રો અને શિયાળાના સાધનોની માંગ વધી છે.

આ ઠંડીનો ચમકારો ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમાં જેવા શિયાળુ પાકો માટે લાભદાયક માનવામાં આવે છે. ખેડૂતો આ ઠંડીને પાક માટે અનુકૂળ ગણાવી રહ્યા છે અને આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande