પીપાવાવ–જાફરાબાદ દરિયામાં ફરી દુર્ઘટના: IFB અકબરી કશ્તીમાં માછીમારનો પગ કપાયો, MRSC પીપાવાવની સમયસર કાર્યવાહીથી બચી ગઈ જાન
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : પીપાવાવ–જાફરાબાદના દરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. આજે આવી વધુ એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં એક માછીમારનો પગ કપાઈ જતાં મધદરિયામાં જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે 01:05 કલાકે MRSC પી
પીપાવાવ–જાફરાબાદ દરિયામાં ફરી દુર્ઘટના: IFB અકબરી કશ્તીમાં માછીમારનો પગ કપાયો, MRSC પીપાવાવની સમયસર કાર્યવાહીથી બચી ગઈ જાન


અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : પીપાવાવ–જાફરાબાદના દરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. આજે આવી વધુ એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં એક માછીમારનો પગ કપાઈ જતાં મધદરિયામાં જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી.

રાત્રે 01:05 કલાકે MRSC પીપાવાવને IFB અકબરી માછીમારી કશ્તી પરથી તાત્કાલિક Medical Emergencyનો મેસેજ પ્રાપ્ત થયો. કશ્તિ પીપાવાવથી લગભગ 65 કિમી દૂર હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર માનવામાં આવી હતી. માછીમારી દરમિયાન કોઈ મશીનરી અકસ્માત કે જાળ ફસાવાની ઘટના બનેલી હોવાની આશંકા વચ્ચે એક માછીમારનો પગ ગંભીર રીતે કપાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતા સમજતાં MRSC પીપાવાવ દ્વારા તાત્કાલિક MEDEVAC ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ICGS C-409ને તેજ ગતિએ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું. દરિયામાં જ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી, જેથી વધુ રક્તસ્ત્રાવ અટકાવવામાં સફળતા મળી.

ICGS C-409 દ્વારા ઘાયલ માછીમારને સુરક્ષિત રીતે હાર્બર સુધી લાવવામાં આવ્યો અને ત્યાંથી તેને તરત જ અદ્યતન સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સમયસરની કાર્યવાહી અને ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશનને કારણે માછીમારનું જીવન બચી ગયું.

બહાર દરિયામાં સતત ઘટતી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને માછીમારોમાં ચિંતા વ્યાપક છે. નિષ્ણાતો સલામતી સાધનો, મશીનરીની નિયમિત ચકાસણી અને તાલીમને વધુ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે. મધદરિયામાં ઉભી થયેલી આ ગંભીર પરિસ્થિતિમાં MRSC પીપાવાવ તથા ICGની ઝડપભરી કામગીરી પ્રશંસનીય રહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande