અમરેલી એસ.પી. ઓફિસ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ: જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : અમરેલી એસ.પી. ઓફિસ ખાતે અમરેલી જિલ્લા જેલના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સાયબર ક્રાઇમથી બચાવ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા ખાસ સાયબર પ્રિવેન્શન અને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમ
અમરેલી એસ.પી. ઓફિસ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ: જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ


અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : અમરેલી એસ.પી. ઓફિસ ખાતે અમરેલી જિલ્લા જેલના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સાયબર ક્રાઇમથી બચાવ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા ખાસ સાયબર પ્રિવેન્શન અને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ અધિકારીઓ અને સ્ટાફને વધતા સાયબર જોખમો, ઑનલાઇન છેતરપિંડી, નકલી લિંક, OTP ફ્રોડ, બેંકિંગ ફ્રોડ તેમજ સોશિયલ મીડિયા સિક્યુરિટી અંગે માહિતગાર કરવાનો હતો.

સાયબર ક્રાઇમ ટીમે વિવિધ ઉદાહરણો અને લાઇવ ડેમો દ્વારા સમજાવ્યું કે કેવી રીતે સામાન્ય ભૂલો મોટા સાયબર હુમલા અથવા આર્થિક નુકસાનમાં પરિવર્તિત થઈ શકે છે. સાથે જ સુરક્ષિત પાસવર્ડ, ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન, અજાણી લિંક પર ક્લિક ન કરવી, ગોપનીય માહિતી શેર ન કરવી જેવી જરૂરી સાવચેતીઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ પણ સાયબર ક્રાઇમ સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને ટીમે તેની વિગતવાર સમજ આપી. આ જાગૃતિ કાર્યક્રમથી પોલીસ કર્મચારીઓને સાયબર જોખમોથી સાવચેત રહેવામાં અને અન્ય નાગરિકોને પણ માર્ગદર્શન આપવામાં મદદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande