રાજપીપલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામતની કામગીરી પુરજોશમાં
રાજપીપલા, 24 નવેમ્બર (હિ.સ.) : રાજપીપલા માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલ નાવરા, વરાછા, કાંદરોજ, નીકોલી રોડ તેમજ ટીંબી એપ્રોચ રોડ ખાતે ચોમાસાની ઋતુમાં રોડને નુકસાન થયું હતું. નુકસાન થયેલા માર્ગોનું મરામત પેટે ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે
રાજપીપલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામતની કામગીરી પુરજોશમાં


રાજપીપલા, 24 નવેમ્બર (હિ.સ.) : રાજપીપલા માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલ નાવરા, વરાછા, કાંદરોજ, નીકોલી રોડ તેમજ ટીંબી એપ્રોચ રોડ ખાતે ચોમાસાની ઋતુમાં રોડને નુકસાન થયું હતું. નુકસાન થયેલા માર્ગોનું મરામત પેટે ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત રોડના ક્ષતિગ્રસ્ત ભાગોને તાત્કાલિક સુધારવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકે. આ ઉપરાંત, વિભાગ દ્વારા અન્ય નુકસાન થયેલા માર્ગોના પેચવર્ક, સપાટી સમતલીકરણ અને ખાડા પુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande