
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : પાટણના સરસ્વતી વિસ્તારામાં એસ.ટી. બસો અને ખાનગી વાહનોના કાચ તોડીને ભય ફેલાવતી ગેંગના બે સભ્યોને પાટણ LCBએ ઝડપ્યા છે. આ યુવકો માત્ર ‘વિકૃત આનંદ’ માટે વાહનોને નુક્સાન હોંચાડતા હતા. તેમની પાસેમાંથી મોટરસાયકલ અને બે મોબાઈલ સહિત રૂ. 30,000 નો મુદ્દામાલ જપ્ત થયો છે, જ્યારે એક સભ્ય હજુ ફરાર છે.
હાલમાં પાટણ–શિહોરી હાઈવે પર મોટા નાયતા ગામ પાસે ST બસો અને ખાનગી ટર્બોના કાચ તોડવાના બનાવો સામે આવ્યા બાદ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પછી પાટણ LCBએ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી.
તપાસ દરમ્યાન બે આરોપીઓ—પ્રજાપતિ ધવલ જયંતિભાઈ અને ઠાકોર રણજીતજી રમેશજી—ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બંને માત્ર મજા માટે પથ્થરમારો કરી કાચ તોડતા હતા, જેનાથી જનતામાં અનાવશ્યક ભય ફેલાયો હતો.
ગેંગનો ત્રીજો સભ્ય ઝાલા રાકેશજી ઉર્ફે રોકી હજી ફરાર છે. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સરસ્વતી પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ