
ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગનાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં વોરટંના આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.એન ગઢવી ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.બી.ગાધે તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર તથા ભગવતસિંહ બલવંતસિંહ ડોડીયા તથા સંજયભાઇ રાજાભાઇ રાઠોડએ રીતેના પોલીસ સ્ટાફના માણસો તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એડી સીવીલ જજ વેરાવળની કોર્ટના ફોજદારી કેસ નં.૧૯૧/૨૦૨૫ના કામના આરોપી યોગેશભાઇ વીનુભાઇ ડાભી દેવીપુજક રહે, વંથલી સાંતલપુરધાર જી.જુનાગઢ વાળો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય જેઓને હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે આજરોજ તાલાલા નરસંગ ટેકરી વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી વંથલી પોલીસને સોંપવામાં આવેલ છે. તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ.ડી.બી.ગાંધે તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર તથા ભગવતસિંહ બલવંતસિંહ ડોડીયા તથા સંજયભાઇ રાજાભાઇ રાઠોડ એ કામગીરી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ