


પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) સુદામાનગરી પોરબંદર શહેરમાં ગુરુનાનક દેવની 556 મી જન્મજયંતી ઉત્સવની સમસ્ત સિંધી સમાજ પોરબંદર દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 30 ઓક્ટોબરથી આજે 5 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજારોહણ, પ્રભાત ફેરી, ભજન-કીર્તન શોભાયાત્રા, લંગર-પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં પોરબંદર સમસ્ત સિંધી સમાજના મહિલાઓ પુરુષો અને બાળકો પણ જોડાયા હતા. સાથે સાથે સુદામા ચોક નજીક ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ગુરુનાનક જયંતિ નિમિતે ભવ્ય લંગર-પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાત્રે 8 કલાકથી સિંધુ ભવનથી આ પ્રસાદીનો લાભ સિંધી સમાજને ભાઈઓ-બહેનો લઈ શકશે. આ રીતે પોરબંદરમાં ગુરુનાનક દેવની 556મી જન્મજયંતીની ઉજવણી પોરબંદર રાણાવાવ તેમજ સમસ્ત સિંધી સમાજ પોરબંદર દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya