લાઠી નજીક અકસ્માત: ચા માટે ઊભેલી મહિલાને અજાણ્યા ફોર વ્હીલ ચાલકની ટક્કર, ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : લાઠી તાલુકાના ભુરખીયા ગામે રહેતી 60 વર્ષીય રતનબેન કરશનભાઈ ગોહીલ સાથે અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રતનબેન પોતાના સાહેદ સાથે મોટરસાયકલ પર રાજુલા જતી હતી. રસ્તામાં બાઢડા-જાબાળ ગામ વચ્ચે મનુભાઈની હોટલ પાસે તેમણે
લાઠી નજીક અકસ્માત: ચા માટે ઊભેલી મહિલા ને અજાણ્યા ફોર વ્હીલ ચાલકની ટક્કર, ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ


અમરેલી, 5 નવેમ્બર (હિ.સ.) : લાઠી તાલુકાના ભુરખીયા ગામે રહેતી 60 વર્ષીય રતનબેન કરશનભાઈ ગોહીલ સાથે અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રતનબેન પોતાના સાહેદ સાથે મોટરસાયકલ પર રાજુલા જતી હતી. રસ્તામાં બાઢડા-જાબાળ ગામ વચ્ચે મનુભાઈની હોટલ પાસે તેમણે ચા-પાણી માટે મોટરસાયકલ ઉભી રાખી હતી. એ દરમિયાન પાછળથી ઝડપથી આવતા એક અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલકે અચાનક તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રતનબેનને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ફોરવ્હીલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં ઘટનાની ચર્ચા વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande