
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરાથોન માટે આયોજકો દ્વારા તડામાર તૈયારી ધમધમી છે. આગામી તા. 16.11.2025 ને રવિવારના રોજ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન-2025 નું આયોજન થવા જઈ રહ્યું છે. આપના સ્વસ્થ-સ્વાસ્થ્ય માટે શારીરિક ક્ષમતામાં વધારો કરવા દોડવાની સૌથી અગત્યની છે, આપણે આપણા સ્વાસ્થ્ય માટે જાગૃતતા દાખવી વહેલાસર રજીસ્ટ્રેશન કરાવવા સૌને અપીલ છે. પોરબંદર કોસ્ટલ હાફ મેરાથોન 2,5, 10 અને 21 કિ.મી. નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 કિ.મી. કિડ્સ રન, 5 કિ.મી. ફન રન, 5 કિ.મી.સ્માર્ટ રન અને, 10 કિ.મી. ની ફિટનેસ રન અને 21 કિ.મી.ની હાફ મેરેથોન યોજાશે. 5 કિ.મી. ફન રનમાં ચાલવાનું હશે અને કોઈ સમયમર્યાદા નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya