જૂનાગઢમાં 9 નવેમ્બરે યુનિટી માર્ચ પદયાત્રા તૈયારી સંદર્ભે બહાઉદીન કોલેજના મેદાનમાં અધિકારીઓની બેઠક મળી
જૂનાગઢ,5 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા યુનિટી માર્ચ પદયાત્રા થવાની છે.વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચના કાર્યક્રમનો પ્રારંભ 86, જુનાગઢ વિધાનસભા થી થશે. નવમી નવેમ્બર જુનાગઢ ન
જૂનાગઢમાં ૯ નવેમ્બરે વિવિધ કાર્યક્રમો


જૂનાગઢ,5 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા યુનિટી માર્ચ પદયાત્રા થવાની છે.વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચના કાર્યક્રમનો પ્રારંભ 86, જુનાગઢ વિધાનસભા થી થશે. નવમી નવેમ્બર જુનાગઢ નો મુક્તિ દિવસ પણ છે. સરદાર વલ્લભભાઈ પટેલે આરઝી હકુમત લડત બાદમાં લોકમત લઈને બહાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન પણ આપ્યું હતું.

12 મી નવેમ્બર 1947 ની તેમની જૂનાગઢની મુલાકાત જૂનાગઢને માતૃભૂમિમાં જોડવા માટેનો ઐતિહાસિક દિવસ પણ છે. તેમણે જુનાગઢ થી કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદ અંગે કરેલું વક્તવ્ય રાષ્ટ્રની એકતા માટે પણ પ્રેરણા આપે છે.સરદાર વલ્લભભાઈ પટેલ ના જુનાગઢ સાથેના આ જોડાણ અને ગૌરવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો લોકોની સંસ્થાઓની સહભાગીતા સાથે યોજવાના છે. જેમાં સર્વ સમાજના લોકો, નાગરિકો, યુવાનો, સંસ્થાઓ, વહીવટી તંત્ર પણ સહભાગી થશે.

9 નવેમ્બરના રોજ સવારે બહાઉદીન કોલેજ થી મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ, થઈને સરદાર ચોક સહિતના માર્ગ પર 8.6 કીમીની ભવ્ય પદયાત્રા યોજાવાની છે. રૂટ પર એવી જ પ્લેટફોર્મ પણ બનાવવાશે જ્યાં વિવિધ સંસ્થાઓ પદયાત્રાનું અભિવાદન કરશે.

આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં પરંતુ લોકોનો કાર્યક્રમ બની રહે તે માટે સરકારી તંત્ર અને સંગઠન તેમજ સંસ્થાઓ સાથે મળીને આયોજન કરી રહ્યા છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન રાષ્ટ્રીય એકતા માટે પ્રેરિત કરે છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મ નિર્ભર ભારત, વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારી સ્વદેશી અપનાવવા પણ સંકલ્પ લેવાશે.

તા.૯ નવેમ્બરના રોજ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ ઉમંગ ઉત્સાહથી ઉજવવામાં આવે અને વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે અગાઉથી તંત્ર તૈયારી કરી રહ્યું છે. પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને પણ મીટીંગ યોજાઇ હતી. ગઈકાલે કલેકટરના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાયા બાદ આજે બાઉદીન કોલેજના મેદાનમાં વિવિધ વિભાગો કચેરીના અધિકારીઓ ની મીટીંગ યોજાઈ હતી જેમાં કલેક્ટરએ પદયાત્રામાં જોડાનાર સંસ્થાઓ, યુવાનો, અધિકારીઓ કર્મચારીઓ સંગઠનો અંગે સંકલન, યાત્રા નીકળે એ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ, રૂટ પર બંને સાઈડ સુશોભન તેમજ અભિવાદન પ્લેટફોર્મ, બહાઉદીન કોલેજમાં મુખ્ય કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન, 8 ના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ-ડાયરો અને તેનું વ્યવસ્થાપન, વિવિધ સંગઠનો એસોસિએશનઓ સાથે મીટીંગ અને સંકલન, મહાનગરપાલિકા પોલીસ સહિત લાઇન ડિપાર્ટમેન્ટનું આયોજન, વિવિધ પાર્કિંગ સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા કક્ષાએ યુવા વિકાસ અધિકારીની કચેરી કરી રહી છે.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેંદરડા પ્રાંત અધિકારી પ્રતીક જૈન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વિવિધ સમિતિ દ્વારા થઈ રહેલ સંકલન અને તૈયારી અંગે પ્રાથમિક માહિતી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande