


અંબાજી 05 નવેમ્બર (હિ.સ.) કાર્તિકી પૂનમ અને દેવ દિવાળી છે જેને કઈ ધાર્મિક સ્થળો માં દર્શન નો વિશેષ મહત્વ માનવામાં આવે છે એટલુજ નહીં શક્તિપીઠ અંબાજી એક એવું યાત્રાધામ છે જે હવે બારેમાસ શ્રદ્ધાળુઓ થી ધબકતું હોય છે જ્યાં ભાદરવી પૂનમ ના મેળા માં અસંખ્ય શ્રદ્ધાળુઓ જેમ દૂર દૂર થી ચાલી અંબાજી પહોચતા હોય છે તેમ હવે માત્ર એક પૂનમ જ નહીં પરંતુ શ્રદ્ધાળુઓમા અંબાજી પ્રત્યે એટલી શ્રદ્ધા વધી છે કે પદયાત્રીઓ સતત અંબાજી પગપાળાની યાત્રા કરી અંબાજી પહોચતા જોવા મળી રહ્યા છે ને પોતાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ભલું થાય અને ગુજરાત ઉપર કોઈ આપતી ન આવે તેવી પણ પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા
જોકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અંબાજી મંદિરે જોવા મળ્યું હતું અને અનેક લાંબી ધજાઓ લઈ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પહોચ્યા હતા એટલુજ નહીં શૈક્ષણિક સંસ્થાઓ માં પણ આજે અંતિમ દિવસ છે અને આવતી કાલ થી શિક્ષણ નું નવું ક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અંબાજી દર્શને પહોંચેલા શ્રદ્ધાળુઓ એ પણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ નું નવું ક્ષત્ર શરૂ જાય અને સાથે ખેડૂતો માટે પણ આગામી વર્ષ ફળદાઈ નિવડે તેવી પાર્થના કરી રહ્યા છે. જોકે હાલમાં ચોમાસું પૂર્ણ થવા છતાં કમોસમી વરસાદ થવાના કારણે ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અંબાજી મંદિર પરિસરમાં ઊંઝા ના જય અંબે ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચા ની પરબ બાંધી શ્રદ્ધાળુઓ ને ગરમાગરમ ચા પૂરી પાડી રહ્યા છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ