

અમદાવાદ, 5 નવેમ્બર (હિ.સ.) : અમૃત ભારત સ્ટેશન યોજના (એબીએસએસ) હેઠળ દેશભરમાં ચયનિત રેલવે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા રેલવે સ્ટેશનનું ઝડપથી રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટેશનને ન માત્ર મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ કરવાનો છે પરંતુ તેને શહેરના વિકાસ, કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિ માટે મુખ્ય કેન્દ્ર બનાવવાનો પણ છે. પુનર્વિકાસ પછી, મહેસાણા સ્ટેશન એક મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ હબ તરીકે ઉભરી આવશે,જયાં આધુનિકતા, સુવિધા અને સૌંદર્યનો સુંદર સંગમ જોવા મળશે.
મહેસાણા સ્ટેશનની પૂર્વ દિશામાં સ્થિત નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. બિલ્ડિંગના ફસાડનું સૌંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી સ્ટેશનનું બહારનું દ્રશ્ય વધુ આધુનિક અને આકર્ષક લાગશે.સર્ક્યુલેટિંગ એરિયા પૉર્ચ, વેઇટિંગ રૂમ, બુકિંગ ઓફિસ, ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓફિસ, પૂછપરછ કાર્યાલય, અને વાહન સંચાલન માટે સરળ વ્યવસ્થાઓ સામેલ હશે.
અધિકારીઓ માટે વિશ્રામગૃહ, 03 રિટાયરીંગ રૂમ, ડોરમીટરી, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ અને સ્વચ્છ શૌચાલયોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે જેથી યાત્રીઓ અને રેલવે કર્મચારીઓ બંનેને સુવિધા મળી શકે.
મહેસાણા સ્ટેશનની નવીન સુવિધાઓમાં મુખ્ય પ્રવેશદ્વાર પર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્કિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બીજા પ્રવેશદ્વારના સ્ટેશન બિલ્ડીંગમાં બુકિંગ ઓફિસ અને એસી/નોન-એસી વેઇટિંગ હોલનું કામ ચાલુ છે.મુસાફરોની સલામત અવરજવરને સરળ બનાવવા માટે, સ્ટેશનની બંને બાજુ સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 40 ફૂટ પહોળો રૂફ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે. આ રાણી કમલાપતિ સ્ટેશન પર રૂફ પ્લાઝામાંથી મેળવેલા અનુભવ પર આધારિત છે.પ્લેટફોર્મ 4 અને 5 પર શેલ્ટર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તેને દિવ્યાંગજન - અનુકૂળ બનાવવામાં આવ્યા છે.
મહેસાણા સ્ટેશનના પુનર્વિકાસ પછી યાત્રીઓને અનેક સુવિધાજનક તથા અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. જેવી કે કુલ 08 પ્લેટફોર્મ અને 12 રેલ લાઇનો, જેમાંથી 02 ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફ સી) માટે આરક્ષિત છે.સ્ટેશન પર 02 ફૂટ ઓવરબ્રિજ અને 04 લિફ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.યાત્રીઓના આરામ માટે એસી, નોન-એસી અને મહિલા વેઇટિંગ રૂમ બનાવવામાં આવી રહ્યા છે.
દરેક પ્લેટફોર્મ પર 28-28 સ્ટેનલેસ સ્ટીલ બેન્ચ લગાવવામાં આવી રહી છે, સાથે જ કોચ ગાઇડન્સ સિસ્ટમ પ્લેટફોર્મ નં. 1, 4/5 અને 6/7 પર લગાવવામાં આવી રહી છે. યાત્રીઓની સુવિધા માટે, ફૂડ પ્લાઝા, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ, જન ઔષધિ કેન્દ્ર, એટીએમ, એટીવીએમ, લગેજ ટ્રોલી અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરિસરમાં ઉચ્ચ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.ડોરમીટરી, રિટાયરીંગ રૂમ, બુકિંગ ઓફિસ અને પૂછપરછ કેન્દ્રનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. યાત્રીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરવા માટે રેસ્ટોરન્ટ્ ઓન વ્હીલ્સ ની સ્થાપવાકરવાની યોજના પણ પ્રસ્તાવિત છે.
મહેસાણા સ્ટેશન પશ્ચિમ રેલવેનું એક મુખ્ય સ્ટેશન છે જ્યાં— દરરોજ 38 સુપરફાસ્ટ, 23 મેલ/એક્સપ્રેસ અને 10 લોકલ ટ્રેનો રોકાય છે. 06 ટ્રેનો મહેસાણાથી ઉપડે છે.• દરરોજ આશરે 12,000 યાત્રીઓ આ સ્ટેશનથી યાત્રા કરે છે.
મહેસાણા સ્ટેશનના પુનઃવિકાસથી યાત્રીઓને સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક યાત્રા અનુભવ મળશે. સ્ટેશન પરિસરમાં વિકસાવવામાં આવી રહેલી નવી સુવિધાઓ સ્થાનિક વ્યવસાય, પર્યટન અને રોજગારને પણ વેગ આપશે. આ પ્રોજેક્ટ શહેર અને આસપાસના વિસ્તારોને બેહતર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે.મહેસાણા સ્ટેશનનું આ પરિવર્તન સ્થાનિક રહેવાસીઓ માટે આર્થિક પ્રગતિ, સુવિધા અને ગૌરવમાં એક નવો અધ્યાય સિદ્ધ થશે, જે નવા ભારત ના આધુનિક રેલવે સ્ટેશન ના વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ