સુરતના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં રાત્રિ ચોરી: ગ્લાઇન્ડરથી ગેટ કાપી બે દાનપેટીમાંથી રકમ ઉપાડી ફરાર
સુરત, 5 નવેમ્બર (હિ.સ.) : સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રૂંઢનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરોના ટોળકે ચોરીની ઘટના અંજામ આપી હતી. ચોરોએ ગ્લાઇન્ડર મશીન વડે મંદિરના મુખ્ય ગેટનું તાળું કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને બે દાનપેટી
Surat


સુરત, 5 નવેમ્બર (હિ.સ.) : સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રૂંઢનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરોના ટોળકે ચોરીની ઘટના અંજામ આપી હતી. ચોરોએ ગ્લાઇન્ડર મશીન વડે મંદિરના મુખ્ય ગેટનું તાળું કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને બે દાનપેટીઓમાંથી મળીને અંદાજે રૂ. 60,000 જેટલી રકમ ચોરી કરી હતી. આ સમગ્ર બનાવ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

વહેલી સવારે પૂજારી ધર્મેશ ભારતી મંદિરમાં પૂજાપાઠ કરવા આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો. ગઈ રાત્રે ભજન કાર્યક્રમ હોવાથી તાળું મારવાનું રહી ગયું હશે એવી ધારણા કરી તેમણે પૂજા શરૂ કરી. બાદમાં તેમણે દાનપેટીઓ પર નજર કરી ત્યારે નકુચો કપાયેલો અને બીજી દાનપેટીની બોર્ડર વાળી આપવામાં આવી હોવાનું જણાયું.

સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સાબિત થયું કે અંદાજે રાત્રીના 1:30 વાગ્યે બે ચોરોએ ગ્લાઇન્ડરથી તાળું કાપીને મંદિરની અંદર ઘૂસણખોરી કરી હતી. ફૂટેજમાં એક ચોર શર્ટ વિના દેખાયો છે. બંનેએ દાનપેટીઓમાંથી રકમ બહાર કાઢી ભાગતા પહેલા બહારના સીસીટીવીના વાયર કાપી નાખ્યા હતા જેથી કેમેરા બંધ થઈ ગયા હતા.

છેલ્લે 13 જુલાઈ 2025ના રોજ દાનપેટી ખોલવામાં આવી હતી, જેમાં રૂ. 50,000 મળ્યા હતા. ત્યાર બાદ શ્રાવણ માસમાં વધેલા ભક્તોના દર્શનને કારણે, હાલ બંને દાનપેટીમાં અંદાજે રૂ. 60,000 જેટલી રકમ હોવાનું અનુમાન છે, જે સંપૂર્ણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

અડાજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સીસીટીવીમાં કેદ થયેલા શર્ટલેસ ચોર અને તેના સાથીદારની ઓળખ માટે તપાસ શરુ કરવામાં

આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande