
ભાવનગર, 5 નવેમ્બર (હિ.સ.) : તહેવારો દરમ્યાન યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમજ ભીડ પ્રબંધનના હેતુસર રેલવે પ્રશાસન દ્વારા લિંગમપલ્લી (LPI) સ્ટેશન પર કેટલીક ટ્રેનોને અસ્થાયી ઠેરાવની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા આગામી 06 મહિનાની અવધિ માટે, તાત્કાલિક અસરથી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અવધિ દરમિયાન નીચેની ટ્રેનો લિંગમપલ્લી સ્ટેશન પર અસ્થાયી રૂપે રોકાશે –
1. ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ
લિંગમપલ્લી સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય – 15.39/15.40 કલાક
2. ટ્રેન નંબર 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ
લિંગમપલ્લી સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય – 06.14/06.15 કલાક
આ અસ્થાયી ઠેરાવની સુવિધા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી ક્રિસમસ, નવું વર્ષ અને સંક્રાંતિ જેવા તહેવારો દરમિયાન વધતી ભીડનું અસરકારક રીતે સંચાલન કરી શકાય. આ નિર્ણયથી મુસાફરોને લિંગમપલ્લી સ્ટેશન પરથી મુસાફરી કરવા વધુ સુવિધા અને સરળતા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ