મહિલા કર્મચારીને ધમકી આપી કન્સ્ટ્રક્શન વ્યવસાયીના રકમ પડાવવાનો પ્રયાસ, ત્રણ શખ્સ ઝડપી
સુરત, 5 નવેમ્બર (હિ.સ.)-સુરતમાં બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા એક 70 વર્ષીય વ્યાવસાયિકને નિશાનો બનાવી તેમની ઓફિસમાં છુપા કેમેરા લગાવી વિડિયો તથા ફોટોના આધારે બ્લેકમેલ કરવાની યોજના ઘડી હતી. આ મામલ
Arrest


સુરત, 5 નવેમ્બર (હિ.સ.)-સુરતમાં બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા એક 70 વર્ષીય વ્યાવસાયિકને નિશાનો બનાવી તેમની ઓફિસમાં છુપા કેમેરા લગાવી વિડિયો તથા ફોટોના આધારે બ્લેકમેલ કરવાની યોજના ઘડી હતી. આ મામલે ત્રણ શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

માહિતી મુજબ, આરોપી જય ડાંગર, જે અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન પણ કેટલાક સંગઠનાત્મક કાર્યોમાં જોડાયો હતો, તેના બે સાથીદાર પ્રશાંત પટેલ અને સ્મિત સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. આરોપીઓએ ઓફિસમાં કામ કરતી એક મહિલા કર્મચારીને પણ ડરાવી-ધમકાવી ખોટી સાક્ષી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બ્લેકમેલિંગ દરમિયાન મહિલા કર્મચારીને બળજબરીથી કાગળો પર લેખન, સાઇન અને અંગૂઠાના નિશાન કરાવવામાં આવ્યા હતા. માનસિક પીડા સહન ન થાય ત્યારે મહિલાએ હિંમત દાખવી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જૂથ પહેલા 5 લાખ રૂપિયા પડાવી ચૂક્યું હતું અને ત્યારબાદ મોટી રકમ મેળવવાનો પ્લાન બનાવાયો હતો. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande