ભાવનગર રેલવેના પેન્શનર / ફેમિલી પેન્શનરોએ 30 નવેમ્બર 2025 સુધી જીવન પ્રમાણપત્ર અનિવાર્ય રીતે જમા કરાવવું
ભાવનગર,5 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના રેલવેના તમામ પેન્શનરો તથા ફેમિલી પેન્શનરો માટે તેમનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) તારીખ 30 નવેમ્બર 2025 સુધી અનિવાર્ય રીતે જમા કરાવવું જરૂરી છે. ે પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તથા બેંકોમાં લ
ભાવનગર રેલવેના પેન્શનર / ફેમિલી પેન્શનરોએ 30 નવેમ્બર 2025 સુધી જીવન પ્રમાણપત્ર અનિવાર્ય રીતે જમા કરાવવું


ભાવનગર,5 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના રેલવેના તમામ પેન્શનરો તથા ફેમિલી પેન્શનરો માટે તેમનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) તારીખ 30 નવેમ્બર 2025 સુધી અનિવાર્ય રીતે જમા કરાવવું જરૂરી છે. ે પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તથા બેંકોમાં લાંબી કતારો અને વૃદ્ધ પેન્શનરોને થતી અસુવિધાથી બચાવવા ભારત સરકારે “જીવન પ્રમાંણ (Jeevan Pramaan)” નામનું એક ડિજિટલ એપ્લિકેશન વિકસાવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા પેન્શનર પોતાના ઘરેથી જ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરી શકે છે અને પ્રમાણપત્રની નકલ ઑનલાઇન મેળવી શકે છે.

જો કોઈ પેન્શનરને ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરવામાં કોઈ મુશ્કેલી આવે, તો તેઓ સહાય માટે ભાવનગર પરા સ્થિત મંડળ રેલ પ્રબંધક કચેરીના લેખા વિભાગનો સંપર્ક કરી શકે છે.મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ પેન્શનરો તથા ફેમિલી પેન્શનરોને વિનંતી કરી છે કે તેઓ પોતાનું જીવન પ્રમાણપત્ર નિર્ધારિત તારીખ સુધી જમા કરાવે, જેથી પેન્શન ચુકવણીમાં કોઈ વિક્ષેપ ન થાય.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande