જામનગરમાં મહિલાને બેભાન કરી ઉદ્યોગપતિએ દૂષ્કર્મ આચર્યું : વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતો
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં એક મહિલાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું
દૂષ્કર્મ


જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં એક મહિલાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત પળોના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરી બ્લેકમેલ કર્યો હતો. આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ફરિયાદ મુજબ, મહિલાને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી.આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ મહિલાનું શરીર ધ્રૂજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ મહિલાની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande