
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની એક મહિલાના ચાર વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે લગ્ન થયા હતા. લગ્નબાદ બંનેનું જીવન સુખમય ચાલતું હતું પરંતુ લગભગ એકાદ વર્ષ પહેલા પતિએ પત્ની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું હતું અને તેને નજર અંદાજ કરતો હતો. આ મામલે પરિણીતાએ તપાસ કરતા તેના પતિનું અન્ય મહિલા સાથે લફડું ચાલતું હોવાનું સામે આવતા પરિણીતાએ તેના સાસુને વાત કરી હતી ત્યારે સાસુએ “પુરૂષોનું તો આવું ચાલ્યા કરે' કહી તેના દીકરાનો સાથ આપ્યો હતો ત્યાર બાદ સાસુના કહેવાથી પતિએ પરિણીતાના કપડાં અને દાગીના પાસે રાખી પિયર મૂકી આવ્યો હતો. આ મામલે પરિણીતાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya