

અંબાજી 05 નવેમ્બર (હિ.સ.) દેવ દિવાળીને લઇ શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તોનો મેળાવડૉ જામ્યો છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા રૂપી ધજાઓ લઇ માંના શરણે પહોંચ્યા છે અને સાથે આજે દિવાળીના તહેવારો પણ પૂર્ણ થઇ રહ્યા છે બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓનું વેકેશન પૂર્ણ થઇ રહ્યું છે તેના પગલે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ યાત્રિકો સાથે આજે વર્ષની પ્રથમ પૂનમ સાથે દેવદિવાળીને લઇ નેતા અને અભિનેતા પણ અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારે દર્શન કરી ધન્યતા અનુભવવાની સાથે મોટીભીડ ને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરી હોવાનું મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે જણાવ્યું હતું અને ભીડમાં પણ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હોવાનું કૌશિકમોદી અંબાજી એ જણાવ્યું હતું
અંબાજીમાં ભક્તોનો તાંતો લાગ્યો છે ત્યારે ગુજરાતી ફિલ્મોના ખલનાયક જેમણે ગુજરાતી સાથે હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં અદાકારી કરી છે તેવા ફિરોજ ઈરાની પણ આજે શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે આવતીકાલ થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે તેને લઇ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી હતી જયારે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આજે દર્શનાર્થે અંબાજી એક નાગરિક સ્વરૂપે પહોંચ્યા હતા અને બનાસકાંઠા સહીત રાજ્યની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને સાથે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોને થયેલી નુકસાની ની સહાય રાજ્ય સરકાર વહેલી તકે ચૂકવાય તેવી માંગ કરી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ