


અંબાજી, 5 નવેમ્બર (હિ.સ.) : આજે દેવદિવાળી છે ને જેમ દીપ પ્રાગટ્ય નું વિશેષ મહત્વ માનવામાં આવે છે જેને આજે મોડી સાંજે યાત્રાધામ અંબાજી ખાતે ૩૩ કરોડ
દેવી દેવતાઓના નામે પવિત્ર માનસરોવર કુંડ ખાતે સર્વ દેવોને સ્મરણ કરીને મહિલાઓ અને યુવતીઓ દ્વારા
2016 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
દેવ દિવાળી અને કારતક માસના છેલ્લા દિવસે આ શાસ્ત્રોક વિધિ પ્રમાણે ચંદ્રની
સાક્ષીએ મંત્રોચાર સાથે આ 2016 દીવા પ્રગટાવીને દીપોત્સવ મનાવવામાં આવ્યું હતું, સાથે એક પરિવાર
નહીં પરંતુ સમગ્ર અંબાજી ના તેમજ વિશ્વ કલ્યાણ અર્થે આ દેવદિવાળી નિમિત્તે
દીપોત્સવ મનાવી 33 કરોડ
દેવી દેવતાઓ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જોકે આ દીપોત્સવ છેલ્લા 2 વર્ષ થી અંબાજી મંદિર ટ્રસ્ટ ના
પવિત્ર માનસરોવર કુંડ ખાતે મનાવવામાં આવે છે. તેમ તેજલ જોષી (દેવ દિવાળી દીપોત્સવ ના આયોજક ) અંબાજીએ જણાવ્યુ
હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ