વીજ તંત્રની 25 ચેકિંગ ટીમો ત્રાટકી ગીર સોમનાથમાંથી ૩૫.૬૫ લાખની વીજ ચોરી ઝડપાઈ
સોમનાથ,5 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, તાલાલા પંથકમાં વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાયું હતું. ૫૩૨ વીજ જોડાણો ચેક કરાતા 159 વીજ જોડાણોમાંથી 35.65 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી 532 પૈકી 159 જોડાણોમાં ગેરરીતિ ખુલી સોમનાથ જિલ્લા
ચેકિંગ ટીમો ત્રાટકી


સોમનાથ,5 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, તાલાલા પંથકમાં વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાયું હતું. ૫૩૨ વીજ જોડાણો ચેક કરાતા 159 વીજ જોડાણોમાંથી 35.65 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી 532 પૈકી 159 જોડાણોમાં ગેરરીતિ ખુલી

સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળના વેરાવળ, સુત્રાપાડા તથા ચલાલા તાલુકાની પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 25 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ

દરમિયાન રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને કુલ 532 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી 159 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.35.65 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande