
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ ગતરોજ રાજ્ય સરકારના મંત્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, નાણાં મંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મનીષા વકીલ, નિયામક એમ.આઈ. જોશી, સંયુક્ત નિયામક એમ.એન. પટેલ અને નાયબ નિયામક ગૌરાંગ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન મેડિકલ હેલ્થ કાર્ડની વિસંગતતા દૂર કરવા, પેન્શન વિભાજન, સી.પી.એફ. ખાતાની વિસંગતતા અને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ મુલાકાત ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની આગેવાની હેઠળ યોજાઈ હતી. જેમાં હોદ્દેદારો એચ.કે. દેસાઈ, મનોજ પટેલ, કિરીટ ગુજરાતી, અશોક રાવત, રજની સોલંકી, દિનેશ સાદડીયા અને અમરીશ પટેલ સહિતના સભ્યો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt