

પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : હિન્દુ ધર્મમા દરેક ધાર્મિક તહેવારોનુ ખાસ મહત્વ રહેલુ છે.દિવાળી પછી દેવ દિવાળીનુ પણ ખાસ મહત્વ રહેલુ છે. ત્યારે આજે પોરબંદરમા દેવ દિવાળીના પવિત્ર દિવસે સત્યનારાયણ મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી, આજે પૂનમ હોવાથી સમુહ સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ જોડાયા હતા. પોરબંદર શહેરના વિવિધ મંદિર ખાતે પણ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya