
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમાં પડેલા કોમસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકને નુકશાન થયુ છે. જેના કારણે ખેડુતોને મોટુ આર્થિક નુકશાન થયુ છે. પોરબંદર જીલ્લામા સૌથી વધારે મગફળીનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. મગફળીનો પાક લણી લીધા બાદ પડેલા ભારે વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો અને ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો તો ખેતીકામ કરતા પરપ્રાંતિય મજુરોને પણ નુકશાન થયુ છે. આ મજુરો ખેતીકામ મજુરીથી કરે છે તો કેટલાક ખેડુતોની જમીન પણ ભાગમા વાવેતર કરે છે. આથી ખેડુતોની સાથે પરપ્રાંતિય મજુરોને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
પોરબંદર જીલ્લામા ગોધરા અને દાહોદ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામા પરપ્રાંતિય મજુરો ખેતી સહીતની મજુરી કામ માટે પોરબંદર આવે છે. આ પરપ્રાંતિય મજુરો મહેનતુ હોવાના કારણે તેમની મજુરી કામ માટે પણ માંગ રહે છે. ખાસ કરીને આ મજુરો જરૂરીયાતમંદ હોવાના કારણે મજુરી કામ કરી અને પેટીયુ રળે છે. ખાસ કરીને ભાગમા ખેતીકામ કરી અને આજીવિકા રળે છે આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડુતોની સાથે પરપ્રાંતિય મજુરોને પણ આર્થિક રીતે નુકશાન થયુ હોવાનુ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya