


પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ઉદ્યોગનગર ફાટક બંધ કરી દેવામા આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો. આ મુદે ઉગ્ર આંદોલન કરવામા આવ્યુ હતુ અંતે આ રેલવે ફાટક ખોલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામા આવી હતી. ફાટક ઉપરાંત રસ્તાની કામગીરી પૂર્ણ કરી લેવામા આવી છે.
જોકે ફાટક ખુલશે તેવી જાહેરાત પણ કરવામા આવી હોવાનુ કહેવાય છે, જોકે હવે કામગીરી પૂર્ણ થઇ જતા હવે ફાટક ખોલવાનુ મૂર્હત કયારે આવશે તેને લઈ સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. ફાટક બંધ હોવાના કારણે આસપાસની સોસાયટીના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉદ્યોગનગરનુ ફાટક વહેલીતકે ખોલવામા આવે તેવી માંગ પ્રબળ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya