જામનગરમાં પુરઝડપે બોલેરોને ચલાવીને લોકોના જીવ જોખમમાં મુકનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં બેફામ વાહન ચલાવનાર બોલેરો ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરના સાતરસ્તા અને લાલબંગલાથી ટાઉનહોલ તરફના વ્યસ્ત માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હ
બેફામ બોલેરો ચાલક


જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં બેફામ વાહન ચલાવનાર બોલેરો ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરના સાતરસ્તા અને લાલબંગલાથી ટાઉનહોલ તરફના વ્યસ્ત માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.આ ઘટના જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના કેમેરામાં કેદ થઈ હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી અને ફૂટેજના આધારે વાહનના નંબર મેળવી લીધા હતા. જામનગરની ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વાહન ધરાવતી બોલેરો કારના ચાલકને શોધી કાઢી પોલીસે વાહન કબજે કર્યું હતું.ચાલક સામે ટ્રાફિક નિયમન ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ચાલકે ભવિષ્યમાં આવા કૃત્ય નહીં કરવાની ખાતરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande