


પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે મનપાના તંત્રએ 300 થી વધુ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કર્યું છે. કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેકટ) ની સુચના અનુસાર ઈલેકટ્રીક વિભાગ દ્વારા છાંયા તથા મોદીનગર, પુનીટનગર, ઇન્દિરાનગર, લક્ષ્મીનગર, હાઉસીંગ બોર્ડે કોલોની, કડીયાપ્લોટ, મીલપરા, ખારવાવાડ, વાડી પ્લોટ, ભોજેશ્વર પ્લોટ, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ 143 સ્ટ્રીટ લાઈટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. છાંયા તથા સીતારામનગર, રાંધાવાવ વિસ્તાર, સુભાષનગર, ખાખચોક, જુનો કુંભારવાડી, મેમણવાડ, નગીનદાસ મોદી પ્લોટ, બોખીરા, જયુબેલી, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ 147 સ્ટ્રીટ લાઈટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya