
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટકાર્ડ કેમ્પિંગનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત બિહારમાં રહેતા પોતાના સ્વજનોને પોસ્ટકાર્ડ લખી NDA પક્ષને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે.આ કેમ્પિંગ જામનગર શહેર અધ્યક્ષ, ધારાસભ્યો અને સાંસદના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ પોતાના બિહારમાં રહેતા સ્વજનોને પોસ્ટકાર્ડ લખીને મોકલ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) જામનગર શહેર અધ્યક્ષ બીના કોઠારીએ આ કેમ્પિંગમાં ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt