
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના માધવપુરમાં એક પુત્રએ તેની 25 વર્ષના યુવાનનો તેની માતા સાથે આડા સંબંધ હોવાનું મનદુઃખ રાખી તેની હત્યાનો પ્રયાસ કરતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ યુવાને પુત્ર આર્યન વિરુદ્ધ બી.એન. એસ.ની કલમ 109(1) અને જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવતા માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના માધવપુરમાં યોગેશ ભારતી નામનો 25 વર્ષનો યુવાન તેના મિત્રને મળવા ગયો હતો ત્યારે આર્યન અમુભાઈ રાઠોડ પણ ત્યાં જ હાજર હતો. યોગેશે તેના મિત્ર રાહુલને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું ત્યારે આર્યને તેના પેન્ટના નેફામાં રાખેલી છુરીથી પેટના ભાગે ઊંડો ઘા ઝીકી દેતા યોગેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. યોગેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે આર્યન રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેને આર્યનની માતા સાથે આડા સંબંધ છે. જેનું મનદુઃખ રાખી અગાઉ પણ આર્યને તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેનું મનદુઃખ રાખી આર્યને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે માધવપુર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya