જૂની માથાકૂટમાં સમાધાન કરવા બોલાવી બે મિત્રોને પાઈપ અને ધોકાથી ફટકાર્યા
જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુ દેવાભાઈ કનારા નામના કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભાવેશ માડમ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી
હુમલો


જામનગર, 5 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુ દેવાભાઈ કનારા નામના કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભાવેશ માડમ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સુનિલ ભાટીયા, મયુર ભાટીયા, દર્શન ભાટીયા, અને તેના અન્ય સાગ્રીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન ભાવેશ માડમ અને આરોપી સુનિલ ભાટીયા વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, જેના સમાધાન માટે ભાવેશ તથા ફરિયાદી બાબુ કનારાને આરોપીઓએ હિમાલય સોસાયટીમાં બોલાવ્યા હતા. જ્યાં સમાધાન કરવાના બદલે તમામ આરોપીઓએ બંને યુવાનો પર હુમલો કરી દીધો હતો, જેથી મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande