પોરબંદર જિલ્લામાં યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : નવા વર્ષમાં યોગ થકી જીવનમાં નવી ઉર્જાનુ સંચાર કરવા પોરબંદર જિલ્લામા યોગ સંવાદ અને સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન આર્ય સમાજ ખાતે કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓએ ભાગ લઈને સ્વસ્થ અને મેદ
પોરબંદર જિલ્લામાં યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


પોરબંદર જિલ્લામાં યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


પોરબંદર જિલ્લામાં યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


પોરબંદર જિલ્લામાં યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : નવા વર્ષમાં યોગ થકી જીવનમાં નવી ઉર્જાનુ સંચાર કરવા પોરબંદર જિલ્લામા યોગ સંવાદ અને સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન આર્ય સમાજ ખાતે કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓએ ભાગ લઈને સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત જીવન અપનાવવા કટીબધ્ધતા વ્યકત કરી હતી.

ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ મેદસ્વિતાથી મુક્ત આહ્વાવાનને આવકાર્યુ હતુ અને તેમના પ્રયત્નો થકી યોગને વિશ્વ ફલક પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા સહીતના કાર્યોની વાત કરી હતી.

તેમણે ગુજરાતભરમાં ચાલતા 5,000 થી પણ વધુ નિઃશુલ્ક યોગ કક્ષાઓ અંગે માહિતી આપતા તે યોગ કક્ષાને 50,000 સુધી લઈ જવાનો સંકલ્પ સર કરી રાજ્ય અને દેશનો હેપીનેસનું ઈન્ડેક્સ ઊંચો લાવવા અપીલ કરી હતી.આ દરમ્યાન એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો દ્વારા ઓપરેશન સિંદુર અને યોગ કૃતિ રજૂ કરી હતી જેણે સર્વે ઉપસ્થિતોનુ મન જીતી લીધુ હતુ.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત સર્વ ડો.રુહી, ડો. રામકૃષ્ણ એન., ડો સંતોષ ગેડ, અરુણ શર્મા, ભાવેશભાઈ બાપોદરા, ડો. ટોસિફ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી સુનિતા દીદી, જિલ્લા રમત ગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, ચિંતનભાઈ ભટ્ટ, સુરેશભાઈ માલમ, દિનેશભાઈ પરમાર, હર્ષિતભાઈ રૂઘાણી, ડો.સુરેશ ગાંધી, ધર્મેશભાઈ પરમાર, સુનેનાબેન ડોગરા, વિકાસ આર્ય, નિધિબેન શાહ મોઢવાડિયા, હિતેશભાઈ ખોરાવા, હર્ષિતભાઈ શિયાળ, કમલેશભાઈ ખોખરી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

યોગ બોર્ડના જિલ્લાના કો-ઓર્ડીનેટર કેતન કોટિયાએ આ કાર્યક્રમની સફળતા માટે તમામ યોગ બોર્ડના યોગકોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો, શાશ્વત ગ્રુપ રાજકોટ, આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનો સહિત તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande