પોરબંદરમાં અકસ્માત સર્જી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા પૂજાબેન સોલંકી નામના મહિલા ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાંથી તેઓએ જય સોલંકી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પૂજાબે
પોરબંદરમાં અકસ્માત સર્જી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ


પોરબંદર, 5 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા પૂજાબેન સોલંકી નામના મહિલા ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાંથી તેઓએ જય સોલંકી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

પૂજાબેને દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તેઓ બપોરના સમયે કપડાં સુકાવતા હતા ત્યારે તેના પાડોશમાં રહેતો જય સોલંકી તેનું સાઈન મોટર સાયકલ લઈ માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી તેની સાથે અથડાવ્યુ હતું. મોટરસાયકલ અથડાતા ફરિયાદી પૂજાબેન ફંગોળાઈ ગયા હતા. આ દરમિયાન પુજાબેનના પતિ અને પિતા વચ્ચે આવ્યા હતા ત્યારે જય તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો ત્યાર બાદ જય સોલંકી તેના ઘરમાંથી લાકડી લઈ આવી પતિ અને પિતાને મારવા લાગ્યો હતો અને ભૂંડી ગાળો આપવા લાગ્યો હતો અને બીજી વખત સામે આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પુજાબેને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જય સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande