
જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના માળીયા પંથકમાં પણ સતત કમોસમી વરસાદના લીધે પાકની સાથે પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે. જેથી પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને ખાસ ઘાસ ચારો સહાય આપવા માટે માળિયા હાટીના સોરઠીયા
યુવા રબારી સમાજ દ્રારા માંગણી કરવામાં આવી છે. ત્યારે જ સોરઠીયા યુવા રબારી સમાજ ટ્રસ્ટ વતી કોડિયાતર લાખાભાઈ કાના ભાઈ કરમટા ભીમા ભાઈ કરમટા, બીજલ ભાઈ ચાવડાએ મામલતદાર કે.કે વાળાને આવેદન આપી રજૂઆત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ