જીરાના વૈજ્ઞાનિક વાવેતરથી વધુ ઉપજ શક્ય — કૃષિ નિષ્ણાંત ડૉ. રમેશભાઈ પટેલની સલાહ
મહેસાણા, 7 નવેમ્બર (હિ.સ.) ઉત્તર ગુજરાતમાં હાલ જીરાના વાવેતરનો માહોલ છે અને ખેડૂતોમાં આ નફાકારક મસાલા પાક પ્રત્યે વધતી રુચિ જોવા મળી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલે જણાવ્યું કે જો ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે તો
જીરાના વૈજ્ઞાનિક વાવેતરથી વધુ ઉપજ શક્ય — કૃષિ નિષ્ણાંત ડૉ. રમેશભાઈ પટેલની સલાહ


મહેસાણા, 7 નવેમ્બર (હિ.સ.) ઉત્તર ગુજરાતમાં હાલ જીરાના વાવેતરનો માહોલ છે અને ખેડૂતોમાં આ નફાકારક મસાલા પાક પ્રત્યે વધતી રુચિ જોવા મળી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલે જણાવ્યું કે જો ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે તો ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકે છે.

તેમના જણાવ્યા મુજબ, જીરાનું વાવેતર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કરવું શ્રેષ્ઠ છે, જ્યારે તાપમાન 30 ડિગ્રીથી નીચે હોય ત્યારે અંકુરણ સારું થાય છે. બીજ માવજત માટે મેંકોઝેબ દવા 5 ગ્રામ પ્રતિ કિલો બીજના દરે કરવી જોઈએ, જેથી કાળિયા જેવા રોગો અટકે. બીજનો દર 3 થી 4 કિલો પ્રતિ વિઘા રાખવો અને પેરણી પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય ગણાય છે.

ખાતર વ્યવસ્થામાં 8 કિલો ડીએપી અને 4 કિલો યુરિયા પ્રતિ વિઘા વાપરવા તથા વાવેતર બાદ 30 દિવસે વધારાનો યુરિયા આપવો જોઈએ. વધુ પાણી ટાળીને માત્ર 3 થી 4 પિયત પૂરતા રહે છે. પાક દરમ્યાન કાળિયા અને ચરમી જેવા રોગો સામે સાવચેતી રાખવી જરૂરી છે.

ડૉ. પટેલના જણાવ્યા મુજબ, સમયસર વાવેતર, યોગ્ય બીજ માવજત અને વૈજ્ઞાનિક કાળજી અપનાવવામાં આવે તો જીરું ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મજબૂત આવકનું સાધન બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande