જૂનાગઢ જિલ્લાના ૧૩૩૮ મતદાન મથકોના ૧૩,૦૦,૩૪૪ મતદારો પાસે હાઉસ ટૂ હાઉસ મુલાકાત કરવામાં આવી
- Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી શરૂ જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૪ નવેમ્બ
હાઉસ ટૂ હાઉસ મુલાકાત


- Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી શરૂ

જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૪ નવેમ્બર ૨૦૨૫થી જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે. જે આગામી તા. ૪ ડિસેમ્બર સુધી યોજાનાર છે.

તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form) તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૩૮ મતદાન મથકોના બી.એલ.ઓ દ્વારા આગામી તા. ૪/૧૨/૨૦૨૫ સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૧૩,૦૦,૩૩૪ મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાનું શરુ કર્યું છે. આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલો દ્વારા ખેતરો, ઝૂંપડપટ્ટી વિસ્તારો,અંતરિયાળ વિસ્તારો એમ દરેક જગ્યાઓ પર જઈને મતદારોનો સંપર્ક કરી ફોર્મ વિતરણ કરવામાં આવનાર છે.આ ઉપરાંત મતદાર ઘરે હાજર ન હોય તેવા કિસ્સામાં તેમના સંબંધી પાસેથી ફોર્મમાં વિગતો મેળવી અને તેમની સહી લઈ લેવામાં આવશે. તેમજ જો કોઈ મતદાર ગેરહાજર હોય તો બીએલઓ દ્વારા ગેરહાજર મતદારોના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત પણ લેશે.

મતદારયાદીમાં પોતાનું નામ તથા વર્ષ ૨૦૦૨ની મતદારયાદી https://voters.eci.gov.in/ પર ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે. જૂનાગઢ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન EnumerationForm ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande