
જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા 9 નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ 86 - જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન છે.સરદાર વલ્લભભાઈ પટેલે દુરદર્શી ,અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું.
કલેકટર વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદયાત્રામાં સહભાગી બનશે. આ પદયાત્રા નો રૂટ બહાઉદીન કોલેજ થી મોતીબાગ ,ઝાંસી રાણી સર્કલ ,બસ સ્ટેન્ડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ખલીલપુર મેન રોડ, બાપુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદાર નગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધીચોક, ચીતાખાના ચોક કાવા ચોક થી સરદાર ચોક જીમખાના સુધીનો રહેશે. આ પદયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ કુલ 13 જગ્યાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.આ 86 કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રામાં નાગરિકો ,કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો , સંગઠનો, ધાર્મિક સંસ્થા,સ્થાનિક સાધુ સંતો, રમતવીરો, સૈનિક પરિવારો, પ્રબુદ્ધ નાગરિકો ,કામદારો, સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. તેમજ આ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરશે.સમગ્ર રૂટ પર 13 જેટલા અભિવાદન પ્લેટફોર્મ બનાવવામાં આવશે જ્યાં સાંસ્કૃતિક કૃતિઓ અને યાત્રાનું સ્વાગત સહિત પુષ્પ વર્ષા અને આવકારવાના કાર્યક્રમો થશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાકલ આત્મનિર્ભર ભારતને પણ આવરી લઈને ઝાંસીની રાણીના પૂતળા પાસે સ્વદેશી મેળાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૫૬૨ દેશી રજવાડાઓની યાદગીરીમાં સાબલપુર ચોકડી ખાતે સ્મૃતિ વનનું પણ નિર્માણ કરવામાં આવશે. સવારે 7.30 કલાકે પદયાત્રા નો આરંભ થશે. મુખ્યમંત્રી સરદાર ચોકમાં સરદાર વંદના પુષ્પાંજલિ તેમજ બહાઉદિન કોલેજના મેદાનમાં આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન પુષ્પાંજલિ માં જોડાશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના અવસરે યોજાનાર આ યુનિટી માર્ચ ની પદયાત્રા માં જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ઉમળકાભેર વ્યક્ત કરવા અપીલ પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ