જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન થયું
સોમનાથ,7 નવેમ્બર (હિ.સ.) ભારતના “વંદે માતરમ” ગીતના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં “વંદે માતરમ@15
જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન થયું


સોમનાથ,7 નવેમ્બર (હિ.સ.) ભારતના “વંદે માતરમ” ગીતના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં “વંદે માતરમ@150 ”ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ જિલ્લા પંચાયત ખાતે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં “વંદે માતરમ્” ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત સર્વેએ 'સ્વદેશી અપનાવો'ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

આ જ રીતે, કલેક્ટર કચેરી, જિલ્લાની તમામ નગરપાલિકાઓ, જિલ્લા પોલીસ અધિક્ષની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ, તમામ મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું.

આ સમૂહગાનમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ડી.પી.ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) અજય શામળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સહિત આરોગ્ય, ખેતીવાડી, આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande