

જૂનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ વિવિધ કાર્યક્રમો અર્થે પ્રવાસે પધાર્યા હતા. જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ પણ મુલાકાત લીધી હતી. યુનિટી માર્ચ પદયાત્રા બાદ મંત્રીએ કાળવા ચોક ખાતે સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ મંત્રીએ કલેક્ટર કચેરી પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ મંત્રીએ ઓઘડ નગર ખાતે આયોજિત સન્માન સમારોહમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા નાગરિકોનું સન્માન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ