
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ભારત સરકારના મહત્વકાંક્ષી ડીજીટલ ઈન્ડીયા કેમ્પેઈન અંતર્ગત સરકાર દ્વારા ભારતનેટ પ્રોજેકટ હેઠળ બી.એસ.એન.એલ. ધ્વારા સમગ્ર ગામોને ઓપ્ટીકલ ફાઈબર કેબલથી જોડી તમામ ગામોની સરકારી કચેરીઓને નેટ સુવિધા આપવાનો પ્રોજેકટ કાર્યરત છે.
પોરબંદર જિલ્લાના તમામ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નેટની સુવિધા આપવાની સરકાર દ્વારા નકકી કરેલ છે. પરંતુ પોરબંદર જિલ્લાના બી.એસએન. એલ. ટેન્ડર પી.પી.ટી.એલ. કંપની ધ્વારા આ કેબલ નેટવર્કનું કોઈ વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતુ નથી અને અવાર નવાર રિપેરીંગના અભાવે શૈ ક્ષણિક સંસ્થાઓને નેટ ની સુવિધાઓથી વંચિત રહેવુ પડે છે. પી.પી. ટી.એલ. કંપનીની કોઈ ટીમ સંતોષકારક કાર્ય કરતી નથી આથી આ વેન્ડર પી.પી.ટી.એલ. કંપની વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા તથા તપાસ કરાવી કાયદેસર સુવિધા કાર્યરત થાય અને શૈક્ષણિક સંસ્થાઓને મુશ્કેલી ઉભી ન થાય તે માટે સુનિશ્ચિત કરાવવા રાણાવાવ બજરંગ એન્ટરપ્રાઈઝના ખીમાભાઈ ઝાંઝાભાઈ ઓડેદરાએ રાજ્યપાલને આવેદન પાઠવી રજુઆત કરી છે.વધુમાં તેઓએ રજુઆત કરતા જણાવ્યું છે કે, હાલ બી.એસ.એન.એલ. નેટવર્કનો ઉપયોગ કરી કંપની દ્વારા ભારત નેટ કનેકશન ગામો ગામ આપવામાં આવે છે. તેઓની બજરંગ એન્ટરપ્રાઈઝ બી.એ.એન.એલ. દ્વારા નિમાવામાં આવેલ ફ્રેન્ચાઈઝ છે. બજરંગ એન્ટરપ્રાઈઝ આ ફેન્ચાઈઝ મળ્યા બાદ જરૂરી સાધનો અને આર્થિક ખુબજ મોટુ રોકાણ કરેલ છે. અને બી.એસ.એન.એલ. કંપની દ્વારા ખુબ જ દબાણ કરવામાં આવે છે કે રૂરલ (ગામોમાં) કનેકશન આપવાના છે. પરંતુ બી.એસ.એન.એલ.નુ નેટવર્ક (યોગ્ય રીતે) ચાલતુ ન હોય હાલના ગ્રાહકોને પરેશાની ભોગવવી પડે છે. તેમાંથી ફ્રેન્ચાઈઝીનું મોટુ રોકાણનું આર્થિક વળતર મળતુ નથી અને નિષ્ફળ જઈ રહ્યા છે.
તેઓ શરૂઆતના સમયમાં ખુબજ સારી કામગીરી કરી રહ્યા હતા અને હજુ પણ સારી કામગીરી કરવા માંગીએ છે. પરંતુ બી.એસ. એન.એલ. નેટવર્ક યોગ્ય રીતે આપે તો આગળની કાર્યવાહી સારી રીતે થઈ શકે છે જે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya