



પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની 182 વિધાનસભામાં BLA-2 ની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં કુતિયાણા સુદામા ડેરી ખાતે વિધાનસભાના ચૂંટાયેલ સભ્યો, સંગઠનના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યવ્યાપી આ કાર્યમાં યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજય બાપોદરાને કુતિયાણા વિધાનસભાના પ્રભારી તરીકે પ્રદેશ દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી.
આ તકે અજય બાપોદરાએ જણાવ્યું હતું કે, આ ભગીરથ કાર્યમાં અન્યત્ર વસ્યા છે અથવા બેવડા નામો છે તે દુર કરશે. ઉપરાંત શંકાસ્પદ નામોની તપાસ કરી તેઓને નોટીસ પણ આપશે. ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તા સરકારની દરેક કામગીરીમાં સહકારમાં હોય છે ત્યારે આઝાદી પછીની સૌથી મોટી મતદાર યાદીના કાર્યમાં તંત્રની સાથે 'સહયોગ’ કરવા આપડે સૌ સક્ષમ છે. આ ઉપરાંત કાર્યશાળામાં બૂથ લેવલ એજન્ટ્સ (BLA)ની નિમણૂક, ફોર્મ-6, 7, 8નો વ્યાપક ઉપયોગ, ડોર-ટુ-ડોર સર્વે તથા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અરજીઓ સ્વીકારવા જેવા વિગતવાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં વર્ચ્યુઅલ માધ્યમથી પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, વડોદરાના સાંસદ SIRના પ્રદેશ ઇન્ચાર્જ હેમંતભાઈ જોશીએ માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya