કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર શહેરના રોકડિયા હનુમાન મંદિર પાસે સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડ
કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ  ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો.

પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર શહેરના રોકડિયા હનુમાન મંદિર પાસે સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પ્રતિ વર્ષે ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસોની ખરીદી યોજાતી હોય, તે અંતર્ગત આ વર્ષની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ પોરબંદર ખાતે કરવામાં આવ્યો હતો.કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આ વખતે મગફળીનું ઉત્પાદન વધુ થયું છે ત્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતો પાસેથી 20 લાખ ટન જેટલી મગફળી ખરીદી કરવામાં આવશે.

વધુમાં તેમણે રાજ્ય સરકારે ₹15,000 હજાર કરોડ રૂપિયાની ખેડૂતોની જણસો ખરીદી કરવાનું નક્કી કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અને તાજેતરમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તે માટે પણ સરકારે 10,000 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઊભી રહી છે તેમ ઉમેર્યું હતું.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પરંપરાગત રીતે નાળિયેર વધારી આ ખરીદી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આવડાભાઈ ઓડેદરા તેમજ અગ્રણી વિક્રમભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા, સામતભાઈ ઓડેદરા અને અરશીભાઈ ખૂટી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને સરકારની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપી અને ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande