
જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : ભારત રાષ્ટ્રના રાષ્ટ્ર ગીત ‘’વંદે માતરમ’’ ની પ્રસિદ્ધિ તા.૦૭ નવેમ્બર, ૧૮૮૨ માં કરવામાં આવી હતી. જેને આજરોજ તારીખ ૦૭-૧૧-૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. ઇનચાર્જ સંયુક્ત માહિતી નિયામક એમ.ડી.મોડાસીયાના માર્ગદર્શન અનુસાર આજરોજ પ્રાદેશિક માહિતી કચેરી- જૂનાગઢ ખાતે વંદે માતરમ @ ૧૫૦ નિમિતે ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. તેમજ તેઓએ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ